ઓન્ટારિયો સરકારી જનસેવાઓના ઍક્સેસને વધુ સરળ બનાવશે

    Service Ontario Outlet
      Ontario Staples Location

      સ્ટેપલ્સ કેનેડા સાથેની નવી રીટેલ પાર્ટનરશીપ વધારવામાં આવેલા કલાકો અને ટેક્સપેયર માટે બચત સહિતની સેવાઓ પુરી પાડશે

      OAKVILLE- ઓન્ટારિયો દ્વારા હેલ્થ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ માટેની અરજી અથવા રિન્યુ કરવા જેવી સરકારી સેવાઓને ઍક્સેસ કરવાનું સરળ અને વધુ અનુકૂળ બનાવાઈ રહ્યું છે. પ્રોવિન્સે છ સ્ટેપલ્સ કેનેડા સ્ટોર્સમાં સર્વિસઓન્ટારિયોનું વિસ્તરણ સત્તાવાર રીતે શરૂ કર્યું છે, જે 1 ફેબ્રુઆરીએ ખુલશે. આ નવા કેન્દ્રો ઑન્ટારિયોના રહેવાસીઓ માટે સર્વિસઓન્ટારિયોને વધુ સુલભ બનાવવાના નવી રીત શોધવાના સરકારના મહત્ત્વપૂર્ણ કાર્યનો એક ભાગ છે.

      પબ્લિક એન્ડ બિઝનેસ સર્વીસ ડિલીવરી મિનિસ્ટર ટોડ મેકકાર્થીએ જણાવ્યું હતું કે, “સ્ટેપલ્સ કેનેડા જેવા મજબૂત કોમ્યુનિટી પ્રેસન્સ, અનુભવી, પ્રતિષ્ઠિત રિટેલર સાથે ભાગીદારી કરીને, ઑન્ટેરિયનોને સરળ, ઝડપી અને વધુ સારી રીતો થકી મહત્વપૂર્ણ સેવાઓ સાથે જોડી શકીએ છીએ. અમારો રિટેલર પાર્ટનરશિપ પ્રોગ્રામ ગ્રાહક માટેના અનુભવને વધારવા ઉપરાંત જ્યાં લોકો રહે છે, કામ કરે છે અને ખરીદી કરે છે ત્યાં સરકારી સેવાઓ લાવીને કોમ્યુનિટીની માગ-આવશ્યકતાઓ પૂર્ણ કરશે.”

      સ્ટેપલ્સ કેનેડા મોડલ થકી ત્રણ વર્ષના પ્રાયોગિક સમયગાળા દરમિયાન અંદાજે $1 મિલિયનની બચત કરવાનો અંદાજ છે. નવા કેન્દ્રો વિસ્તૃત કાર્યકારી કલાકો પૂરા પાડે છે, તેઓ જે કેન્દ્રોને બદલી રહ્યા છે તેની સરખામણીમાં સેવાના કલાકોમાં 30 ટકાનો વધારો કરી રહ્યાં છે. કેન્દ્રો સહેલાઈથી ઉપલબ્ધ પાર્કિંગ, સાર્વજનિક પરિવહન માર્ગોની ઍક્સેસ અને છૂટક સેવાઓની ઍક્સેસ આ બધું એક જ સ્થળે પુરું પાડી રહ્યાં છે.

      નવા સ્ટેપલ્સ કેનેડા સંચાલિત સર્વિસ ઓન્ટારિયો કેન્દ્રો નીચેની કોમ્યુનિટીઝમાં ઉપલબ્ધ છે:

      • Oakville, 2460 Winston Churchill Boulevard
      • Newmarket, 17810 Yonge Street
      • Toronto (Scarborough), 1980 Eglinton Avenue, East
      • Strathroy, 425 Caradoc Street, South
      • Tillsonburg, Tillsonburg Town Centre, 200 Broadway Street
      • Welland, Seaway Mall, 800 Niagara Street

      સ્ટેપલ્સ કેનેડાના પ્રેસિડેન્ટ રશેલ હકલે જણાવ્યું હતું કે, “અમે 1 ફેબ્રુઆરી સુધીમાં અમારા છ સ્ટોર સ્થાનો પર સર્વિસઓન્ટારિયો પૂર્ણ-સેવા કેન્દ્રોનું સ્વાગત કરતાં આનંદ અનુભવીએ છીએ. “અમે માનીએ છીએ કે આ પાયલોટ પ્રોજેક્ટ એ દર્શાવશે કે અમારા સ્ટોર્સ વ્યસ્ત ઑન્ટેરિયનો માટે એક અનુકૂળ વિકલ્પ હશે, જેની ઉપર તેઓ સૌથી વધુ આધારિત છે તેવી તમામ સેવાઓ ફ્લેક્સીબલ કલાકો દરમિયાન પણ મેળવી શકશે.”

      આ વર્ષના અંતમાં હેમિલ્ટન, કેસવિક અને ટોરોન્ટો (લીસાઇડ)માં સ્ટેપલ્સ કેનેડા સ્ટોર્સમાં વધારાના સર્વિસ ઓન્ટારિયો કેન્દ્રો ખુલશે.

      સ્ટેપલ્સ પાર્ટનરશીપ એ સર્વિસઓન્ટારિયોના નવીન વૈકલ્પિક સેવા વિતરણ મોડલનો એક ભાગ છે, જે સ્થાનિક કોમ્યુનિટીઝની યુનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલ છે. આ ઈનિશિએટીવમાં સામેલ છે:

      • નવી મ્યુનિસિપલ પાર્ટનરશિપ્સ ચેથમ, ડ્રેસ્ડેન અને પિકલ લેકમાં સર્વિસઓન્ટારિયો કેન્દ્રોનું સંચાલન કરે છે, જે એક જ સ્થાને વન-સ્ટોપ મ્યુનિસિપલ અને પ્રાંતીય સેવાઓ પૂરી પાડે છે.
      • નોર્થ શોર ટ્રાઇબલ કાઉન્સિલ સાથે પાર્ટનરશીપ, જે કટલરમાં ઇંટો-અને-મોર્ટાર કેન્દ્રનું સંચાલન કરે છે તેમજ મોબાઇલ સેવા એકમ કે જે સમગ્ર રોબિન્સન-હુરોન સંધિ વિસ્તારની કોમ્યુનિટીઝમાં કાર્ય કરે છે.
      • એગનવિલેમાં એમ્પ્લોયમેન્ટઑન્ટેરિયો સાથેનું કેન્દ્રીય સેવા કેન્દ્ર.
      • રીમોટ કોમ્યુનિટીઝમાં ઑન્ટેરિયનોની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવા માટે ભાવી મોબાઇલ સેવા કેન્દ્રો

      સરકાર નગરપાલિકાઓ, ફર્સ્ટ નેશન્સ સમુદાયો, સાર્વજનિક પુસ્તકાલયોમાં અને અન્ય રીટેલ પાર્ટનર્સમાં સહ-સ્થાનો સહિત, સર્વિસઓન્ટારિયો સ્થાનો માટે નવા મોડલનું વિસ્તરણ અને ઉમેરવાનું ચાલુ રાખશે, જેમાં નાના વ્યવસાયોનો સમાવેશ થઈ શકે છે.

      #Ontario #Convenient-Access #Government-Services #staples-canada #serviceontario

      Share with friends

      Next Post

      ફોર-યુનિટ પ્રોપર્ટીઝ અંગે કિચનરના રહેવાસીઓનો પ્રતિસાદ માંગવામાં આવ્યો

      Thu Feb 1 , 2024
      Total 0 Shares 0 0 0 0 0 0 કિચનર શહેર ચોતરફ વિકસી રહ્યું છે. શહેરના વિસ્તરણને પગલે વર્તમાન અને ભાવિ રહેવાસીઓની આવાસ જરૂરિયાતો પૂરી કરવા માટે વધુ ઘરોની આવશ્યકતા છે. માર્ચ 2023માં, સિટી ઓફ કિચનરે 2031 સુધીમાં વધુ 35,000 ઘરો બાંધવા માટે મ્યુનિસિપલ હાઉસિંગ અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. […]

      આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

      સમાચાર હાઇલાઇટ્સ

      Subscribe Our Newsletter

      Editor in Chief

      Ethan Hunt

      Default Mag Pro is a clean, responsive and multi-layout WordPress Magazine or blog theme with a creative and clean look it is perfect for all newspaper, magazines and blog websites. It comes up with a simple yet elegant look and helps you present your content in an attractive and user-friendly way. With its several customization options and custom, widgets help to makes your site setup easy and looks perfect along with its cross-browser compatibility will make your site attractive and eye-catching in any browser and different variations of devices screen size on each and every device. The theme is SEO friendly with optimized code and outstanding support makes your site awesome.

      Quick Jump

      Newsletter

      Total
      0
      Share