‘ઇટ્ટા કિટ્ટા’ (Ittaa Kittaa) એક સંપૂર્ણ પારિવારિક અને મનોરંજન ફિલ્મ છે. રોનક કામદાર અને માનસી પારેખને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મની વાર્તા એક વંધ્યત્વ દંપતીની આસપાસ ફરે છે, જે બાળક દત્તક લેવાનો નિર્ણય કરે છે
ઢોલીવુડ તરીકે ઓળખાતા ગુજરાતી સિનેમા જગતમાં આ વર્ષ ગુજરાતી ફિલ્મોની ભરમાર લઇને આવ્યું છે. જેમાં વિવિધ વિષય ઉપર ફિલ્મ બની રહી છે. ડેની જીગર એકમાત્ર રીલીઝ થવા સાથે વધુ એક ફિલ્મની રીલીઝ થઇ છે…. આ ફિલ્મ છે ઈટ્ટા કિટ્ટા… દિગ્ગજ અભિનેત્રી માનસી પારેખ અને હોનહાર અભિનેતા રોનક કામદારને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ઇટ્ટા કિટ્ટાને લઇને ગુજરાતી દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતી સિનેમાના લોકપ્રિય યંગ અભિનેતાઓમાં એક રોનક કામદાર (Raunaq Kamdar) વધુ એક મનોરંજક ફિલ્મ લઈને આવી રહ્યા છે. રોનકે તેનું પોસ્ટર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતા આ ફિલ્મનું પોસ્ટર ફેન્સે મોટા પ્રમાણમાં શેર કર્યું હતું. ફિલ્મમાં માનસી પારેખ (Manasi Parekh) પણ લીડ રોડમાં જોવા મળી રહા છો. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રોનક કામદારે (Raunaq Kamdar) લખ્યું કે, “બિંદાસ અંદાઝ અને મોજીલા મિજાજવાળા મળો ઇટ્ટા કિટ્ટાના પરિવારને…!!! #IttaaKittaa ના ફર્સ્ટ લૂકનું અનાવરણ કરી રહ્યા છીએ, જે 9 ફેબ્રુઆરી 2024 ના રોજ રિલીઝ થશે!”
‘ઇટ્ટા કિટ્ટા’ (Ittaa Kittaa) એક સંપૂર્ણ પારિવારિક અને મનોરંજન ફિલ્મ છે. ફિલ્મની વાર્તા એક વંધ્યત્વ દંપતીની આસપાસ ફરે છે, જે બાળક દત્તક લેવાનો નિર્ણય કરે છે. આખરે તેઓ ભૂલથી બે છોકરીઓને દત્તક લે છે, જે પાછળથી તેમનું જીવન બદલી નાખે છે. અભિનેતાએ શૅર કરેલા પોસ્ટરમાં જોઈ શકાય છે કે ફિલ્મ ‘ઇટ્ટા કિટ્ટ’ના શૂટિંગના દિવસોને વાગોળતાં રોનક કામદારે ગુજરાતી સમાચાર સંસ્થાને જણાવ્યું કે, “આ વર્ષે જાન્યુઆરીમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી હતી અને મને ફિલ્મનો કૉન્સેપ્ટ ખૂબ જ ગમ્યો. બાળક દત્તક લેવા વિશે આજે પણ લોકોનો મત જુદો છે. ફિલ્મમાં દર્શાવાયેલું કપલ પણ જ્યારે બાળક દત્તક લે છે, ત્યારે જેવી પરિસ્થિતિઓ સર્જાય છે, તે હૃદયને સ્પર્શી જાય તેવી છે.”
ફિલ્મ સુરતમાં શૂટ કરવામાં આવી છે. સુરતની ખાણીપીણીને લીધે કલાકારોને જલસા પડી ગયા હતા. માત્ર ૨૨ દિવસમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું હતું, પણ આટલા દિવસોમાં પણ અમારો ખૂબ જ સરસ બૉન્ડ બની ગયો હતો.
`ઇટ્ટા કિટ્ટા`ને મંથન પુરોહિત અને અભિન શર્માની જોડીએ ડિરેક્ટ કરી છે. તેઓ અગાઉ ગુજરાતી ફિલ્મ `ચાસણી`નું દિગ્દર્શન કરી ચૂક્યા છે અને હાલમાં `કંકોત્રી`નું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં અલ્પના બુચ અને બાળ કલાકારો જિયા વૈદ્ય અને પ્રિન્સી પ્રજાપતિ પણ છે. ફિલ્મનું સંગીત કેદાર અને ભાર્ગવનું છે. વધુમાં ફિલ્મની સ્ક્રિપ્ટ અંતિમા પવાર અને અઝહર સૈયદ દ્વારા લખવામાં આવી છે. ‘ઇટ્ટા કિટ્ટા’ ઉપરાંત રોનકની દિગ્દર્શક વિજયગીરી બાવા સાથે પણ આગામી અનટાઈટલ્ડ ફિલ્મ પાઇપલાઇનમાં છે, જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હાલ પોસ્ટ પ્રોડક્શનનું પર કામ ચાલુ છે.
આમ ફેબ્રુઆરી માસમાં રીલીઝ થવાની રાહ જોઇ રહેલા દર્શકોને અદ્દભૂત વિષયવસ્તુ સાથે ઘડાયેલા કલાકારોનો ઉત્કૃષ્ઠ અભિનય પણ માણવા મળશે.
#dhollywood #gujaratifilm #manasiparekh #bollywood #entertainment #ronakkamdar #sidhharthranderiya