22 September 2026

કેનેડાને સેંકડો હજારો EV ચાર્જિંગ પોર્ટ ઉપલબ્ધ કરવાની જરૂર, જો ૨૦૩૫ સુદી માં નેટ-ઝીરો એમિશન નું લક્ષ્ય સાધવું હોય તો :

    ડેબી નાઇટિન્ગલના ઓન્ટારિયો ફાર્મની મુલાકાત લેવા આવતા મોટાભાગના લોકોને તેમના ફ્રેન્ડલી પ્રાણીઓ સાથે હળવા મળવાના પ્રલોભનથી આવતા હોય છે. પરંતુ કેટલાક મુલાકાતી ઓ માત્ર તેમની ઇલેક્ટ્રિક ઑટોમોટિવ ને ચાર્જ કરવા ના કારણ થી ફાર્મ ની મુલાકાત લેતા હોય છે, જાણી ની અચંબો પમાડે તેવી વાત છે પરંતુ આ હકીકત છે.

    ડેબી નાઇટિન્ગલના ઓન્ટારિયો ફાર્મ ફેડરલ ટૂરિઝમ રિકવરી ગ્રાન્ટની મદદથી ગયા વર્ષે તેમણે સ્થાપિત કરેલા બે- ઇવી-ચાર્જિંગ પોર્ટ સ્ટેશન તરફ ઇશારો કરતા નાઇટિંગેલે જણાવ્યું હતું કે, અમારી નિયમિત મુલાકાતે આવતા ઘણા લોકો છે, જેમને એ જાણ છે કે અમારી પાસે ઇવી-ચાર્જિંગ ની સેવા ઉપલબ્ધ છે.

    ફેડરલ સરકાર વધુ સારા ભવિષ્ય માટેના નેટ- ઝીરો લક્ષ્યાંકોના ભાગરૂપે 2035 સુધીમાં તમામ નવી લાઇટ-ડ્યુટી કાર અને પેસેન્જર ટ્રકનું વેચાણ શૂન્ય ઉત્સર્જન થાય તે માટે લક્ષ્યાંક સેવી રહી છે, જેના માટે જાહેર ચાર્જિંગ પૉર્ટસ ના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક અતિ આવશ્ય ઉભી થઇ છે.

    “અમને લાગે છે કે સસ્ટેનીબિલીટી ખરેખર મહત્ત્વપૂર્ણ છે અને જ્યારે અમે આસપાસ જોયું, ત્યારે અમને ખબર પડી કે આ વિસ્તારમાં ઇવી ચાર્જર્સ ઓછા છે, ત્યારથી અમે વિચાર્યું કે સ્થાનિક વિસ્તારમાં તેનું હોવું ઉત્તમ રહેશે, “નાઇટિંગેલે જણાવ્યું હતું.

    તેણે પોતાનો મુદ્દો સાબિત કરવા માટે એક નકશો બતાવ્યો. નાઈટીંન્ગલનું ફાર્મ ન્યૂટનવિલેમાં આવેલું છે, જે ટોરોન્ટોથી ઉત્તર-પૂર્વમાં આશરે 100 કિલોમીટર દૂર છે. તેની આસપાસ, તેના નકશામાં માત્ર ગણ્યા-ગાંઠ્યા તેમજ દૂર-દૂર-જાહેર ઇવી ચાર્જિંગ સ્ટેશનો ઉપલબ્ધ છે.

    ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં કેનેડા હજી ઘણું પાછળ છે, શોર્ટફોલને પહોંચી વળવા નવા ફેડરલ નિયમો જાહેર કરાયા, હાલમાં 10,425 ચાર્જિંગ સ્ટેશન અને 25,246 ચાર્જિંગ પોર્ટ છે

    કનેડામાં ઈવી ચાર્જિંગ નેટવર્કના નિર્માણ હેતુ એક ખાસ યોજના બનાવવામાં આવી છે. ઝીરો કાર્બન ઉત્સર્જનને પ્રેરિત કરવા ઈવી વાહનોના કાફલાને વધારવાના ઉદ્દેશથી આ યોજના અંતર્ગત નિયમો ઘડવામાં આવ્યાં છે. આ યોજના હેઠળ ઓટોમેકર્સને ઓછામાં ઓછી સંખ્યામાં ક્રેડિટ મેળવવાની જરૂર પડશે, જો તેમ નહી કરે તો તેમને દંડનો સામનો કરવો પડી શકે છે. તેઓ ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ પ્લગ-ઇન વાહનોના વેચાણથી અથવા વધુ ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરીને આ ક્રેડિટ મેળવી શકે છે.

    ચાર્જિંગ ઇન્ફ્રસ્ટ્રક્ચરમાં શોર્ટફોલ અંગે પ્રતિક્રિયા આપતા પર્યાવરણ પ્રધાન સ્ટીફન ગિલ્બ્યુલ્ટે જણાવ્યું હતું કે, ખાનગી અને જાહેર ભંડોળનું કોમ્બિનેશ નેટવર્કનું નિર્માણ કરવામાં આવશે.

    “ક્રોસ-કન્ટ્રી [ટ્રાવેલ] માટે, લાંબા અંતર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સની આવશ્યકતા છે પરંતુ, મોટાભાગના ઇવી માલિકો ઘરે જ પોતાના વાહનોને ચાર્જ કરી લેશે, “તેમણે એક ન્યૂઝ કોન્ફરન્સને સંબોધતામાં જણાવ્યું હતું.

    દેશભરમાં ચાર્જર્સનો અભાવ કેનેડિયન વ્હીકલ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ બ્રાયન કિંગ્સ્ટન માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે.

    તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “જો આપણે 2035 માં 100 ટકા વીજળીકરણ મેળવવા જઈ રહ્યા છીએ, તો અમને આ દેશમાં નોંધપાત્ર રીતે વધુ જાહેર ચાર્જિંગ અને મલ્ટિ-યુનિટ રેસિડેન્શિયલ ચાર્જિંગની આવશ્યકતા રહેવાની છે.”

    નેચરલ રિસોર્સિસ કેનેડાના અંદાજ મુજબ, હોમ ચાર્જિંગની ઉપલબ્ધતાના આધારે, કેનેડાને 2035 સુધીમાં 442,000 થી 469,000 જાહેર ચાર્જિંગ પોર્ટની જરૂર પડશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 1લી ડિસેમ્બર સુધીમાં, ઇલેક્ટ્રિક ચાર્જિંગ અને ઓલ્ટરનેટિવ ફ્યુઅલિંગ સ્ટેશન લોકેટરના ડેટાના આધારે હાલમાં 10,425 ચાર્જિંગ સ્ટેશન અને 25,246 ચાર્જિંગ પોર્ટ છે.

    નવા બાંધકામોમાં ચાર્જર્સ અનિવાર્ય હોવા જોઇએઃ નિષ્ણાત

    કેનેડા ઇવીની જરૂરિયાતોને પહોંચી વળવા કોન્ડો બિલ્ડીંગ્સ અને બહુ-નિવાસી ઘરો પર ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતામાં પણ નોંધપાત્ર વધારો કરશે. નિષ્ણાંતો નવી બિલ્ડીંગ્સમાં અનિવાર્યપણે ચાર્જસ હોવા પર ભાર મુકી રહ્યાં છે.

    યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના પ્રોફેસર અને પાવર ઇલેક્ટ્રોનિક કન્વર્ટર્સમાં કેનેડા રિસર્ચ ચેર ઓલિવિયર ટ્રેસકેસે જણાવ્યું હતું કે, જો કોમ્પ્લેક્સને વીજળી પુરી પાડતા ટ્રાન્સફોર્મર્સને અપગ્રેડ કરવાની જરૂર પડે તો રિટ્રોફિટિંગ કોન્ડોઝ અને એપાર્ટમેન્ટ ઇમારતોને ઇવી ફ્રેન્ડલી બનાવવા માટે સેંકડો ડોલરથી માંડીને હજારો ડોલર સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.

    પ્રોબ્લેમ ક્યાં નડે છે અંગે પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું હતું કે, “ઇમારતમાં ખરેખર વીજક્ષમતા છે કે કેમ તે ચકાસવાની આવશ્યકતા છે, ખરું ને? અને જો એર-કન્ડિશનિંગ એકમો ચાલુ હોય ત્યારે દરેક વ્યક્તિ એક જ સમયે ચાર્જ કરે તો તેનાથી વધુ ખરાબ સ્થિતિ શું હોઇ શકે.”

    દેશભરમાં, નવા બિલ્ડિંગ માટે વિવિધ સંખ્યામાં ઇવી ચાર્જિંગ સ્ટેશનોનો સમાવેશ કરવા માટે પ્રોત્સાહનો અને નિયમોનો સ્મોર્ગાસબોર્ડ છે. ફેડરલ સરકાર મલ્ટિ-હાઉસિંગ બિલ્ડિંગ્સમાં ઇવી ચાર્જર્સ ઇન્સ્ટોલ કરવા માટે થોડું ફંડીંગ આપી રહી છે. વધુમાં કેનેડિયન ઇલેક્ટ્રિકલ કોડમાં ફેરફાર કરવાનો પણ પ્રયાસ કરવાં આવી રહ્યો છે, જેથી નવી રહેણાંક ઇમારતો ઇવી-રેડી થઇ જાય.

    ટોરોન્ટોમાં મોટા પાયે કોન્ડો ડેવલપમેન્ટ નેટ-ઝીરો ફ્યુચર માર્કેટેબિલિટીને ધ્યાનમાં રાખીને થઇ રહ્યું છે. શહેરના ઉત્તર-પૂર્વમાં આવેલા સેન્ટ્રલ પાર્ક ખાતેના રહેઠાણોમાં રહેણાંક અને રિટેલ માળખાં અને હરિયાળી જગ્યાઓનો સમન્વય થશે અને તેમાં 1,500થી વધારે ઇવી ચાર્જિંગ સ્ટેશન હશે – જે કોમ્યુનિટીના દરેક પાર્કિંગ સ્થળ માટે હશે.

    #Canada #EVexpert #Chargingport #infrastructure #homeCharging #building #condo #development #Toronto #net-zero #future

    Share with friends

    What do you feel about this?

    You may have missed

    Total
    0
    Share