23 July 2026

હર્ષ પટેલ પોતે ‘સેટિંગ’ કરીને USAમાં ઘૂસ્યો અને પછી બીજા લોકોને ઘૂસાડવા બન્યો ‘ડર્ટી હેરી’

1
Harsh-Patel

ડિંગુચા માનવ તસ્કરી કેસનાં મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ હર્ષ પટેલે ખુલાસો કર્યો છે કે, લોકોને ગેરકાયદેસર રીતે યુએસએ લઈ જતો પોતે પણ ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. અમેરિકાની શિકાગો પોલીસે માનવ તસ્કરી કેસમાં ધરપકડ કરી હતી. છેલ્લા પાંચ મહિનાથી ભાગતા ફરતા હર્ષ પટેલને લોકો ડર્ટી હેરીના નામે પણ ઓળખે છે. ત્યારે હર્ષ પટેલની શિકાગોનાં ઓ’હારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી તેનો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ડિંગુંચા માનવ તસ્કરી કેસનાં મુખ્ય આરોપી હર્ષ પટેલને લઈ ખુલાસો કર્યો છે. લોકોને ગેરકાયદે USA લઈ જતો હર્ષ પટેલ પોતે પણ ગેરકાદે પ્રવેશ્યો હતો. ડર્ટી હેરી કેનેડામં સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો. હર્ષ પટેલે ભારતીય યાત્રીઓ માટે 35 ટ્રીપની વ્યવસ્થા કરી હતી. તેમજ અમેરિકાએ હર્ષ પટેલનાં 5 વખત વિઝા એપ્લિકેશન રિજેક્ટ કરી હતી. 20 ફેબ્રુઆરીએ અમેરિકાના શિકાગોમાંથી હર્ષ પટેલની ડિંગુચા પોલીસે માનવ તસ્કરી કેસમાં ધરપકડ કરી હતી.

હર્ષ પટેલ ફ્લોરિડામાં કેસિનો ચલાવે છે. તેણે સ્ટીવ શાન્ડ નામનાં એક વ્યક્તિને જગદીશ પટેલ સહિત ગ્રુપનાં લોકોને બોર્ડર ક્રોસ કરવા અમેરિકા લાવવાનું કામ સોંપ્યું હતું. ત્યારે તા. 18 જાન્યુઆરી 2022 નાં રોજ હર્ષ પટેલનાં એક દિવસ પહેલા હર્ષ તેમજ શાન્ડ વચ્ચે મેસેજ મારફતે વાતચીત થઈ હતી. હર્ષ પટેલ માટે કામ કરત સ્ટીવ શાન્ડને પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા સ્ટીવ શાન્ડે 9 માર્ચ 2022 ના રોજ હોમલેન્ડ સિક્યોરિટીનાં અધિકારીઓની પૂછપરછમાં કબુલાત કરી હતી કે, તેણે ડિસેમ્બર 2021 થી જાન્યુઆરી જાન્યુઆરી 2022 સુધી ગેરકાયદેસર રીતે ભારતથી આવેલા લોકોને બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા સુધી પહોંચાડવા કુલ પાંચ ટ્રીપ મારી હતી. જેનાં હર્ષ પટેલે તેને 2500 ડોલર ચૂકવ્યા હતા.

હર્ષ પટેલનોં ઈતિહાસ પણ ગુનાહિત રહ્યો છે. હર્ષ પટેલ અમેરિકા સિવાય કેનેડાની જેલમાં પણ જઈ આવ્યો છે.  2018 માં હર્ષ પટેલની કેનેડિયન બોર્ડ સર્વિસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પરંતું તેને છોડી મુકાયા બાદ તે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસી ગયો હતો.

ડિંગુચા પરિવારના 4 સભ્યોના મોત કેસમાં ગુજરાતના અલગ અલગ 29 સ્થળોએ ED વિભાગના દરોડા

ગુજરાતના ડિંગુચાના એક જ પરિવારના 4 સભ્યોના મોત કેસમાં તપાસ તેજ ગતિથી થઇ રહી છે. ગુજરાતના અલગ અલગ 29 સ્થળોએ ED વિભાગના દરોડા પડ્યા છે. મેક્સિકોના રસ્તે USમાં ગેરકાયદે માનવ તસ્કરી મુદ્દે EDએ મોટી કાર્યવાહી કરી છે. 21 ફેબ્રુઆરીએ શિકાગો પોલીસે હર્ષ પટેલ ઉર્ફે ‘ડર્ટી હેરી’ની ધરપકડ કરી હતી.

આરોપી ‘ડર્ટી હેરી’ની બોબી પટેલ સાથે સંડોવણી હોવાની શક્યતા છે. બોબી પટેલની ગુજરાત પોલીસે ડિસેમ્બર 2022માં ધરપકડ કરી હતી. ધરપકડ બાદ બોબી પટેલનો જામીન પર છૂટકારો થયો હતો.

બોબી પટેલની ડિસેમ્બર 2022માં કરી હતી ધરપકડ

મહત્વનું છે કે વિદેશ જવાની લોકોની ઘેલછા એટલી હદે હોય છે કે કોઈપણ ભોગે તેમને અમેરિકા પહોંચવું હોય છે અને બસ આજ ઘેલછાનો અમુક એજન્ટો ગેરલાભ લઇ રહ્યા છે. લોકોને ગેરકાયદે પાસપોર્ટ, વિઝા કે અન્ય ડોક્યુમેન્ટ બનાવી અલગ અલગ રસ્તાઓ દ્વારા અમેરિકા પહોંચાડી રહ્યા છે.

આવો જ એક બનાવ જ્યારે ડીંગુચામાં સામે આવ્યો. જેમાં ગેરકાયદેસર અમેરિકા જતા ચાર લોકોના મોત થઈ ગયા હતા. જે બાદ તંત્ર અને સરકાર જાગ્યું હતું અને કબૂતરબાજીનું આખું રેકેટનો પર્દાફાશ થયો હતો. આ સમગ્ર મામલે અમદાવાદના સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને જે બાદ તેની તપાસ દ્વારા કરવામાં આવી હતી. કબુતરબાજીના માસ્ટરમાઇન્ડ એવા ભરત ઉર્ફે બોબી પટેલને એસએમસી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બાદ તેનો વધુ એક માસ્ટરમાઈન્ડ ઘણા સમયથી ફરાર હતો. જોકે બાદમાં આ માસ્ટરમાઈન્ડ કેતન પટેલને પણ પકડી પાડવામાં આવ્યો હતો. #Gujarat#USA #DINGUNCHA #HUMAN-TRAFFICKING #HARSH-PATEL #Investigation #ED-Raid

Share with friends

What do you feel about this?

You may have missed

Subscribe To Our Newsletter

Total
0
Share