ગુજરાતી હિન્દુ સોસાયટીએ માત્ર 5 ડોલરમાં કોમ્યુનિટી પિકનિકના આયોજન સાથે એક નવી કેડી કંડારી. એકતા, સંસ્કૃતિ અને સમાજને કંઇક આપવા માટેનો અનેરો ગુજોત્સવ…!

    ધ્વનિ – હિતેશ જગડ, મુખ્ય સંપાદક : કેમ્બ્રિજ ગુજરાતી હિન્દુ સોસાયટી (GHS) દ્વારા ફક્ત પાંચ ડોલરમાં આખા દિવસની પિકનિકનું સુંદર અને સરસ મજાનું અને સૌને પોષાય એવા નજીવા ખર્ચમાં આયોજન કરીને એકતા, સંસ્કૃતિ અને ઉદારતાનું એક શ્રે।ઠ ઉદાહરણ પુરું પાડ્યું છે. સંસ્થાની આ કામગીરી અન્ય સમુદાયો માટે પણ એક પ્રેરણાદાયક દાખલાસમાન બની રહી છે. સંસ્થા દ્વારા આયોજીત આ પિકનિકનો હેતુ માત્ર મનોરંજન માટે હરવાફરવા માટેના પ્રવાસ તરીકે નથી પણ સંપ, ગુજરાતી પરંપરા અને કોમ્યુનિટી સાથે જોડાયેલી લાગણીઓની સંવેદનાસભર ઉજવણી છે.

    આજના સમયે જ્યાં એક સામાન્ય સબ સેન્ડવીચ અથવા ટિમ હોર્ટન્સ કોમ્બો પણ અનેક પરિવારો માટે લક્ઝરી સમાન છે ત્યારે GHS દ્વારા માત્રને માત્ર પાંચ ડોલરમાં એક આખો દિવસ આંનદ, ઉત્સવ, ભોજન, સંગીત સાથેની યાદગાર પિકનિક પૂરી પાડવામાં આવી રહી છે. આવી પિકનિક અગાઉ ક્યારેય કોઇએ કોઇપણ કોમ્યુનિટી માટે કરી નહીં હોય.

    આ ઉજવણી માટે અમારા સ્પેશ્યલ કવરેજના ભાગરૂપે મને કેમ્બ્રિજ GHSના ઉત્સાહી પ્રમુખ અંકિત પટેલને મળવાની તક મળી. તેઓ કોમ્યુનિટીને એકજૂથ રાખવા માટે નિરંતર ઊર્જાથી ભરપૂર કાર્યક્રમોનું આયોજન કરતા રહેતા હોય છે. ખુશખુશાલ ચહેરા પર સ્મિત સાથે અંકિત પટેલે ધ્વનિને અભિનંદન આપવાની સાથે મને જણાવ્યું કે, હિતેશભાઈ, પહેલાં તો હું એક અખબાર શરૂ કરવા બદલ ખરા દિલથી અભિનંદન પાઠવુ છું. બીજુ કે માત્ર 5 ડોલરમાં એક દિવસની પિકનીક માટે અમારું એકમાત્ર ધ્યેય સમુદાયને એકસાથે એક મંચ પર લાવવાનું છે. ફક્ત પાંચ ડોલરમાં, અમે ઇચ્છીએ છીએ કે સમુદાયના પરિવારો આખો દિવસ ભોજન, સંગીત અને મનોરંજન માણવાની સાથે સૌ એકસાથે મળીને હળે મળે આનંદ માણે – કંઈક એવું જે તેઓ યાદ રાખી શકે અને ભારોભાર પ્રશંસા પણ કરી શકે કે આવુ તો અમે પહેલીવાર મોજમજા કરી…

      પિકનિક માટેની પાંચ ડોલરની ટિકિટમાંશું શું સમાવિષ્ટ છે?
      દિલ થામ કે બેઠોસાહેબાન- કારણ કે તમે 50 ડેલરમાં શું શું મળી શકે તેની અપેક્ષા કરતાં પણ વધારે છે..!

      • 3 ડિલાઇસીસ મિલ્સ( સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર,
      • આખો દિવસ ચા, પાણી અને રિફ્રેશમેન્ટ,
      • પાર્ટી બુસ્ટર એન્ટરટેઇન્મેન્ટ દ્વારા લાઇવ ડીજે,
      • સુભાષ ફોટોગ્રાફી દ્વારા પ્રોફેશનલ ફોટોગ્રાફી,
        Core Tuk Physio Pilates દ્વારા ફ્રી ઝુમ્બા સેશન,
      • સાંજે લાઇવ ડીજે સાથે ગરબા ઉપરાંત આવા ભવ્ય અને ધબકતી સાંસ્કૃતિક વાતાવરણ વચ્ચે અન્ય લોકલ પરિવારોને મળવાનો પણ લ્હાવો મળશે.

      GHS દ્વારા બ્રેકફાસ્ટમાં ચા, પાણી-નીંબુ પાણી સંસ્થા આપશે અને સાથે અલ્પાસ કિચન તરફથી ગરમાગરમ મેથીના ગોટા, કેળા-મેથીના ગોટા તથા ગરમાગરમ સમોસા પીરસવામાં આવશે.
      બપોરનું ભોજન જાણીતા હક્કા ચાઉ દ્વારા હશે જેમાં નૂડલ્સ અને સ્પ્રિંગ રોલ્સ પણ સામેલ હશે, જે પિકનીકની મજાને બમણી કરશે.. અને સાંજના સમયે જ્યારે સૂરજ ઢળી રહ્યો હોય ત્યારે હાલમાં જ નવી ખુલેલી પંચાયત રેસ્ટોરન્ટ તરફથી પાઉંભાજી અને છાશ પીરસવામાં આવશે જે પાર્કમાં જ એવી સુગંધ ફેલાવશે કે જાણે આપણે ભારતની કોઇ ખાઉગલીમાં ઉભા ઉભા ખાઇ રહ્યાં છીએ. આ માત્ર ભોજન નથી પણ ફેસ્ટિવલ ઓફ કનેક્શન એટલે કે એકબીજા સાથેનું અનેરી જોડાણ અને સંબંધનો રસાસ્વાદ પણ છે.

      આ કાર્યક્રમનો હેતુ માત્ર મનોરંજન માણીને છુટા પડવાનું નથી પણ કોમ્યુનિટી વચ્ચે એકતા-સંપ વધારવાનું છે ખાસ કરીને હવે જ્યારે કેમ્બ્રિજ તથા તેની આસપાસના વિસ્તારોમાં સાઉથ એશિયન વસ્તી વધી રહી છે ત્યારે આવા કાર્યક્રમ થકી તેમને એક સાથે લાવવાનો નમ્ર પ્રયાસ છે.

      અંકિતે વાતચીતમાં વધુમાં કહ્યું હતું કે આજના સમયે જ્યાં તમે સાવ સાદી સેન્ડવિચ અને ડ્રિંક પણ પાંચ ડોલરમાં મેળવી શકતા નથી તેવા સમયે અમે આ સામાન્ય રકમમાં એક આખા દિવસની એક સાથે રહીને ઉજવણી કરાવી રહ્યાં છીએ. અમારામાં વિશ્વાસ મુકનાર સહુ લોકલ સ્પોન્સર્સ તથા સપોર્ટર્સનો પણ અમે ખરા દિલથી આભાર માનીએ છીએ.

        GHS ટીમ આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે આગળ આવેલા તમામ સ્પોન્સર્સ અને સ્વયંસેવકોને હૃદયપૂર્વક સલામ કરે છે. કેમ કે આજનાએકલતાના વાતાવરણમાં તેમણે કોમ્યુનિટી વેલ્યુમાં તેમની શ્રદ્ધા અને સમાજને કંઇક પાછા આપવાની ઇચ્છાશક્તિએ એક એવું વાતાવરણ બનાવ્યું છે જ્યાં દરેક વ્યક્તિ સ્વાગત અને પોતાને મૂલ્યવાન અનુભવે છે.
        લાંબા ગાળાનું વિઝન ધરાવનારા અંકિત પટેલ કહે છે કે, હું દર મહિને આ પ્રકારે એક યાદગાર કાર્યક્રમનું આયોજન કરવા ઇચ્છું છું. અત્યાર સુધી અમે છેલ્લાં કેટલાક વર્ષોમાં સફળ પણ રહ્યાં છીએ, અને હેતુ એ જ છે કે સમુદાયને કંઈક નવું, કંઈક આનંદદાયક મહિને દર મહિને આપતા રહીએ…

        અંકિતના નેતૃત્વ હેઠળ GHS સંસ્થા ફક્ત એક સાંસ્કૃતિક જૂથ નથી; તે અસંખ્ય પરિવારો માટે એકતા અને આનંદનો આધારસ્તંભ બની રહી છે. વરિષ્ઠોથી લઈને વિદ્યાર્થીઓ સુધી, બાળકોથી લઈને માતાપિતા સુધી – દરેકને GHS સંસ્થાના કાર્યક્રમોમાં સામેલ થવા સાથે યોગ્ય માન-સન્માન મળે છે.

        ધ્વનિ કોમ્યુનિટી અખબાર વતી, અમે અંકિત પટેલ અને સમગ્ર GHS ટીમને તેમની અથાક સેવા અને સમુદાયના નિર્માણ માટે પ્રતિબદ્ધતા બદલ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પાંચ ડોલરવાળી આ પિકનિક ફક્ત એક દિવસીય કાર્યક્રમ નથી પણ તેના કરતાં કંઇક વધુ છે – તે સમગ્ર પ્રદેશ માટે એક સંદેશ છે કે એકતા, હૃદય અને હેતુ સાથે, નાનામાં નાનું યોગદાન પણ અવિસ્મરણીય અનુભવનું સર્જન કરી શકે તેમ છે…

        GHS, અંકિત પટેલ અને તેમની સમગ્ર ટીમ પિકનિકના તમામ સ્પોન્સર્સ અને આ અદભૂત કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમને ટેકો આપનારા દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. કોમ્યુનિટી માટે સદાય આગળ આવનારા આ સ્પોન્સર્સના સહકાર વગર આ કાર્યક્રમનું આયોજન ફક્ત એક સ્વપ્ન જ રહી ગયું હોત. ચાલો આપણે બધા તેમના દરેકને સમગ્ર સમુદાય માટે આટલો અર્થપૂર્ણ દિવસ બનાવવામાં મદદ કરવા માટે સાથ-સહકાર આપીએ…..
        ચૂકશો નહીં. ભોજન માટે આવો, આનંદ માટે રહો અને સુવર્ણમય યાદો સાથે વિદાય લો…!

        જો તમે કેમ્બ્રિજ કે તેની આસપાસના વિસ્તારમાં રહેતા હોય તો તમારા માટે પરિવારને લઇને આનંદથી ભરપુર આ દિવસને માણવાની સોનેરી તક છે. For More Details Please get connected with Ankit Patel @ 1-519-778-1850

            Share with friends

            Next Post

            ટોરન્ટોથી અમદાવાદ માટે સીધી ફ્લાઇટ હવે સમયની માંગ છે

            Sat Jul 12 , 2025
            Total 0 Shares 0 0 0 0 0 0 ટોરોન્ટો-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ આપવી પડશેઃ 6700થી વધુ ગુજરાતી કેનેડિયન લડી લેવાના મૂડમાં. છેલ્લાં ઘણા સમયથી કેનેડા વસતા ગુજરાતીઓ ટોરોન્ટો-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ એટલે કે વિમાની સેવા શરૂ કરવા માટે માંગણી કરી રહ્યાં છે અને હવે સમય પાકી ગયો છે કે આ મામલે […]

            આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

            સમાચાર હાઇલાઇટ્સ

            Subscribe Our Newsletter

            Editor in Chief

            Ethan Hunt

            Default Mag Pro is a clean, responsive and multi-layout WordPress Magazine or blog theme with a creative and clean look it is perfect for all newspaper, magazines and blog websites. It comes up with a simple yet elegant look and helps you present your content in an attractive and user-friendly way. With its several customization options and custom, widgets help to makes your site setup easy and looks perfect along with its cross-browser compatibility will make your site attractive and eye-catching in any browser and different variations of devices screen size on each and every device. The theme is SEO friendly with optimized code and outstanding support makes your site awesome.

            Quick Jump

            Newsletter

            Total
            0
            Share