ફોર્ડ સરકારે ગ્રાહક ID ને સ્કેન કરવાની LCBO ની યોજના રદ કરી

LCBO પ્લાન માટે આ છેલ્લો કૉલ છે કે જેમાં નોર્ધન ઓન્ટારિયોના 6 જેટલા લિકર સ્ટોર્સમાં ગ્રાહકોને મંજૂરી આપતાં પહેલાં ID બતાવવાની આવશ્યકતા રહેશે.

ફાઈનાન્સ મિનિસ્ટર પીટર બેથલેનફાલ્વીના આદેશથી ચોરીની ઘટનાઓનો સામનો કરવાના હેતુથી અમલી બનાવાયેલા પાયલોટ પ્રોજેક્ટને “તાત્કાલિક” અસરથી રદ કરવામાં આવી રહ્યો છે.

પ્રોજેક્ટ અંગે નિર્દેશ જારી કર્યાની જાહેરાત થયાના એક દિવસ પછી કેનેડિયન સિવિલ લિબર્ટીઝ એસોસિએશનની ટીકા વચ્ચે તેણે આ પગલું ગોપનીયતાના અધિકારોનું “સત્તાવાર ઉલ્લંઘન” છે અને ફર્સ્ટ નેશન્સ વ્યક્તિઓ પર તે અયોગ્ય અસર કરી શકે છે.

છેલ્લા 24 કલાકમાં, મેં LCBOના નવા જાહેર કરાયેલા પાયલોટ પ્રોગ્રામ વિશે વ્યક્ત કરવામાં આવેલી ગંભીર ચિંતાઓને સાંભળી હોવાનું બેથલેનફાલ્વીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.


    મિત્રો કેલી પટેલ અને નિશા પરીખ વધુ એક ધામકેદાર જલસા 2 .0 લઈને આવી રહ્યા છે, લાઈવ સંગીત, ડાન્સ , રમતો ગમતો અને બીજું ઘણું બધું. પાછલા વર્ષે આપ સૌએ આપેલા સાથ સહકાર માટે આપ સર્વો નો આભાર, અને અમે આતુર છીએ તમને ફરીથી મળવા માટે, ચાલો તો જોડાઓ મારી સાથે ખરેખર જલસા કરવા માટે, તો રાહ સેની જુઓ છો ચાલો જોડાઓ અમારી જલસા 2 .0 પાર્ટી માં

    અમને સપોર્ટ કરવા માંગો છો !? અડવર્ટિઝમેન્ટ દ્વારા !?
    તો કરો અમારો સંપર્ક :

    કેલી પટેલ અથવા નિશા પરીખ


    આ પ્લાનમાં 17 વર્ષ અને તેથી વધુ ઉંમરના ગ્રાહકોના ફોટો આઈડી સ્કેન કરવા માટે સ્ટોરના દરવાજા પર સુરક્ષા કર્મચારીઓની જરૂર હતી. આ માહિતીને સુરક્ષિત ડેટાબેઝ પર અપલોડ કરવાની હતી જ્યાં તેને 14 દિવસ સુધી સાચવી રાખવામાં આવે છે અને સુરક્ષાને જોખમાવતા કિસ્સામાં પોલીસને તે આપવામાં આવતી હતી.

    “સલામતીને ધ્યાનમાં રાખીને LCBO તેના ગ્રાહકો અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવાના વિકલ્પો શોધવા માટે કોમ્યુનિટી પાર્ટનર્સ સાથે કામ કરવાનું ચાલુ રાખશે,” એમ બેથલેનફાલ્વીએ ઉમેર્યું હતું.

    પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા સ્થાનોમાં થંડર બેમાં ચાર સ્ટોર, એક કેનોરા અને સિઓક્સ લુકઆઉટમાં એક-એક સ્ટોર્સનો સમાવેશ થતો હતો. LCBOએ જણાવ્યું હતું કે તેમને પસંદ કરવા પાછળનું કારણ એ હતું કે તેઓ અન્ય દારૂની દુકાનોની નજીક સ્થિત નથી, જેથી ચોરો માટે અન્ય આઉટલેટની મુલાકાત લેવાનું મુશ્કેલ બને છે.

    તેમના નામ અને જન્મ તારીખ દર્શાવતા માન્ય ફોટો ID વગર કોઈપણને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવતો હતો.

    LCBO એ એ બાબતે સ્પષ્ટતા કરી ન હતી કે પ્લાન સરકાર પૂર્વ મંજૂરી માટે સબમિટ કરવામાં આવ્યો હતો કે કેમ, પ્રાઈવસી કન્સલ્ટન્ટને સલાહ માટે રાખવામાં આવ્યા હતા કે કેમ, દક્ષિણ ઑન્ટારિયોમાં શા માટે કોઈ સ્ટોર્સ પસંદ કરવામાં આવ્યાં નથી અને તેઓ સ્વદેશી ગ્રાહકો પરની અસરને ધ્યાને લઈ રહ્યાં છે કે કેમ.

    #Ford-government #LCBO-plan #customer-ID #northern-Ontario #liquor-store #pilot-project #orders #Finance-Minister #Peter-Bethlenfalvy

    Next Post

    ટૂંકાગાળામાં જ 7 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુથી સાઉથ એશિયન સમુદાય શોક અને ચિંતામાં ગરકાવ

    Fri Feb 16 , 2024
    Total 0 Shares 0 0 0 0 0 0 દેશભરની કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓના એક પછી એક મૃત્યુની અત્યંત આઘાતજનક ઘટનાએ દક્ષિણ એશિયન સમુદાયને હચમચાવી નાખ્યો છે. આઘાતજનક ઘટનાઓની હારમાળા સર્જાતા એશિયન સમુદાયના વિદ્યાર્થીઓ, લોકો અને તેમના માતાપિતામાં ચિંતાની લહેર પ્રસરી ગઇ છે. માત્ર 2024માં જ ભારતીય અને ભારતીય અમેરિકન મૂળના […]

    આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

    Subscribe Our Newsletter

    Total
    0
    Share