ટ્રુડોનો આક્રોશ : બેલ મીડિયા દ્વારા લેઑફ્ ના નિર્ણય ને ‘અત્યંત વાહીયાત નિર્ણય’ ગણાવી વખોડ્યો

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે BCE Inc.ની વ્યાપક છટણીની તુલના કચરાપેટી સાથે કરી હતી. બેલ મીડિયા પરના કાપને “વાહીયાત નિર્ણય” ગણાવ્યો હતો.

ટ્રુડો એ ઓન્ટારિયોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પત્રકારોને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું.કે તેમને બેલ મીડિયા ના આ નિર્ણય થી ખૂબજ ગુસ્સો આવ્યો છે એમ કહી બેલ મીડિયા ના નિર્ણય ને વખોડ્યો હતો .

બેલ મીડિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે તેની પેરેન્ટ કંપનીએ નોકરીમાં ઘટાડો અને તેના 103 પ્રાદેશિક રેડિયો સ્ટેશનોમાંથી 45ના વેચાણની જાહેરાત કર્યા પછી તે બહુવિધ ટેલિવિઝન ન્યૂઝકાસ્ટનો અંત લાવી રહી છે અને અન્ય પ્રોગ્રામિંગ કટ કરી રહી છે.

ટ્રુડોએ કહ્યું કે કંપનીને વધુ સારી રીતે જાણવું જોઈએ કે તેઓ (મોટા કોર્પોરેશનો) દ્વારા નાના રેડિયો સ્ટેશનો અને નાની કોમ્યુનિટીના અખબારો કે જે મોટા કોર્પોરેશનો દ્વારા વધુને વધુ ખરીદી લેવામાં આવે છે ત્યારબાદ તેઓ તેમના પત્રકારોને છૂટા કરે છે અને તેમના દ્વારા આપવામાં આવતી સેવા તથા ગુણવત્તામાં ફેરફાર કરી નાખે છે

વધુ માં કહ્યું હતું કે  “કેમે કે ગુણવત્તા નું ધોરણ ઓછું થવાતી લોકો તેમની ચેનલ કે રેડિયો સ્ટેશન જોવા કે સાંભળવાનું  પસંદ કરતા ઓછા થાય ત્યારે આવા કોર્પોરેટ એકમો કહે છે કે  ‘ઓહ જુઓ, હવે નફાકારક નથી રહ્યાં અમે તેમને વેચાવ જ પડશે..”

બેલ મીડિયાની જાહેરાતની આવક અગાઉના વર્ષની સરખામણીમાં 2023માં $140 મિલિયન ઘટી હતી. તેના સમાચાર વિભાગને વાર્ષિક ઓપરેટિંગમાં $40 મિલિયન કરતાં વધુનું નુકસાન જોવા મળી રહ્યું હોવાનું ચીફ એક્ઝિક્યુટિવ મિર્કો બિબીકે જણાવ્યું હતું.

વડાપ્રધાને કહ્યું કે આ પ્રકાર નું વલણ ગુણવત્તાયુક્ત સ્થાનિક પત્રકારત્વ અને કેનેડાની લોકશાહીને ખતરો બની  રહ્યું છે. સ્થાનિક સમુદાયોની વાતો તથા સ્ટોરીઝ આપણા દેશને એક સાથે જોડે છે. અમને એવા સ્થાનિક પતકારત્વ ના અવાજોની જરૂર છે

તેમણે ઉમેર્યું હતું કે, “પાછલા વર્ષોમાં કેનેડા ના કોર્પોરેટ જગત માં એવા પણ ઘણા ગુનેગારો જોવા મળ્યા છે – જેમણે કોમ્યુનિટી પ્રત્યેની પોતાની જવાબદારીઓને છોડી દીધી છે કે જેમાંથી તેમણે હંમેશા ખૂબ સારો નફો કર્યો છે,” ટ્રુડોએ આક્રોશીત સ્વરે જણાવ્યું હતું. તેમણે સખત શબ્દોમાં જણાવ્યું હતું કે, “તો હા, હું બેલ મીડિયા ના આ નિર્ણય થી ખૂબ નારાજ છું.”

બેલ મીડિયાએ ટ્રુડોના નિવેદન પર ટિપ્પણી કરવાની વિનંતીનો જવાબ આપ્યો ન હતો.

કંપનીએ જણાવ્યું હતું કે તેની 4,800 નાબૂદ કરાયેલી જોબમાંથી 10 ટકાથી ઓછી બેલ મીડિયામાંથી આવશે, જેમાં સમાચાર અને મનોરંજન ટીમો બંનેનો સમાવેશ થાય છે. તેણે જણાવ્યું હતું કે “બહુ-કુશળ પત્રકારો” કેટલાક પ્રાંતોમાં સમાચાર સંવાદદાતા અને ટેકનિશિયન ટીમોને બદલશે.

નિષ્ણાતો કહે છે કે છટણી સ્થાનિક ન્યૂઝરૂમમાં વધુ ખરાબ અને નીચલી કક્ષા ના પત્રકારત્વ તરફ દોરી શકે છે, જેની વાચકો થાત ટીવી પર ન્યૂઝ જોનારો વર્ગ નોંધે લે છે. તેનો અર્થ એ છે કે ત્યાં ઓછી આવક થશે, જેનો અર્થ છે કે હવે તેઓ વધુ લોકોને છૂટા કરશે, જેનો અર્થ છે કે ત્યાં હવે ઓછું કવરેજ અને ઓછું સ્થાનિક પ્રોગ્રામિંગ .

Share with friends

Next Post

રણમાં ખીલેલુ મંદિરરૂપી ગુલાબ સદીઓ સુધી ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવશે...!

Fri Feb 16 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 દેશ-વિદેશમાં વસતા સમસગ્ર હિન્દુ સમુદાય માટે 22 જાન્યુઆરી, 2024ની તારીખ અને તવારીખ બાદ હવે આ જ વર્ષની વસંત પણ યાદી રહેશે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ સ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ 500 વર્ષના સંઘર્ષ બાદ થયું તેમ આગામી 500 વર્ષ […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter

Editor in Chief

Ethan Hunt

Default Mag Pro is a clean, responsive and multi-layout WordPress Magazine or blog theme with a creative and clean look it is perfect for all newspaper, magazines and blog websites. It comes up with a simple yet elegant look and helps you present your content in an attractive and user-friendly way. With its several customization options and custom, widgets help to makes your site setup easy and looks perfect along with its cross-browser compatibility will make your site attractive and eye-catching in any browser and different variations of devices screen size on each and every device. The theme is SEO friendly with optimized code and outstanding support makes your site awesome.

Quick Jump

Newsletter

Total
0
Share