23 July 2026

કિચનરમાં કાર્બન મોનોક્સાઇડગેસ લીક થતાં એકનું મૃત્યુઃ 6 સારવાર હેઠળ

2
kitchener

વોટરલૂ પ્રદેશ, ઑન્ટારિયો – ઈમરજન્સી સર્વીસીસ તુરત ઘટનાસ્થળે ધસી ગઇ

ગેરેજમાં વાહનમાં ગેસ લીક થવાથી 7 જણાને ઝેરી વાયુની અસર થઇ

કિચનરના એક્ટિવા એવન્યુ અને પેરીવિંકલ સ્ટ્રીટના વિસ્તારનાં એક ઘરમાં ગેસ લીક થયાનો સંદેશ 19 ડિસેમ્બરના રોજ સવારે 7:35 વાગ્યે ઇમરજન્સી સર્વીસીસને મળતા તેની ટીમ ઝડપથી ઘટનાસ્થળે ધસી ગઇ હતી. આ વાત વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ઇમરજન્સી ટીમ ધસી આવતા લોકએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઈમરજન્સી ટીમે ઘટનાસ્થળ એવા નિવાસસ્થાન પર પહોંચ્યા પછી સઘન ચેકીગ હાથ ધર્યું હતું. જેમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ લીક થયાનું જણાયું હતું. ઘટનાસ્થળે કેટલાક વ્યક્તિઓને ગેસ લીકથી ઝેરી અસર થઇ હતી.

એક 25 વર્ષીય પુરુષને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 6 વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની આરોગ્ય સ્થિતિ અંગે હાલ કોઇ અપડેટ જાણવા મળ્યું નથી.

આ ઘટનાને પ્રથમદર્શી રીતે શંકાસ્પદ માનવામાં આવી હતી અને કાર્બન મોનોક્સાઇડનો સ્ત્રોત રહેઠાણના ગેરેજમાં પાર્ક કરાયેલું વાહન હોવાનું તપાસમાં જણાયું હતું.

ચીફ કોરોનરની ઓફિસ, WRPSના જનરલ ઇન્વેસ્ટિગેશન યુનિટ અને કિચનર ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આ ઘટનાની વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે.

#Kitchener #EmergencyServices #CarbonMonoxide #Poisoning #Incident #Waterloo # Ontario #gasleak #deceased. #hospital #treatment #investigation # WRPS #Fire

Share with friends

What do you feel about this?

You may have missed

Subscribe To Our Newsletter

Total
0
Share